બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊગમબિંદુએ બિદુવત્ ધન વિદ્યુતભાર $Q$ મૂકેલો છે અને ઊગમબિંદુથી $r$ સ્થાનસદિશ ધરાવતું બિંદુ $P$ છે.
ધારોકે પરીક્ષણ ધન વિદ્યુતભારને અંનત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરાવીને $P$ બિંદુએ લાવતાં બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે જે આકૃતિમાં એક સગવડભર્યા માર્ગ પર બતાવ્યું છે.
આ માર્ગ પરના $P'$ જેવાં બિંદુ પાસે એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ,
$F =\frac{k Q \times 1}{\left(r^{\prime}\right)^{2}} \hat{r}^{\prime}\dots(1)$
(જ્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય $1$
$r^{\prime}$ એ $P ^{\prime}$ નું ઊદગમબિંદુથી અંતર
$r^{\prime}$ થી $r^{\prime}+\Delta r^{\prime}$ સુધીના સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય,
$\Delta W =-\frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot \Delta r^{\prime} \quad \ldots(2) \quad[ W = F r \cos \theta$ પરથી $]$
સૂર્યમાં $\Delta r^{\prime}<0$ હોવાથી $\Delta W >0$ મળે.
એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંતથી $r$ અંતરે લાવત્તાં થતું કુલ કાર્ય $r^{\prime}=\infty$ થી $r^{\prime}=r$ સુધી સંકલન કરવાથી મળે છે.
$\therefore W =-\int_{\infty}^{r} \frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot d r^{\prime} \quad\left[\lim _{\Delta r^{\prime} \rightarrow 0}=d r^{\prime}\right]$
$\therefore W =-k Q \left[-\frac{1}{r^{\prime}}\right]_{\infty}^{r}=\frac{k Q }{r}$
$\therefore W =\frac{ Q }{4 \pi \in_{0} r}$
ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
આકૃતિમાં $5 \;nc$ નો ચાર્જ ધરાવતો ઘન ગોળાર્ધ બતાવેલ છે. જેને તેના કદ પર સમાન રીતે વીજભારિત કરેલ છે. ગોળાર્ધ સમતલ પર રાખેલ છે. બિંદુ $p$ એ, વક્રના કેન્દ્રથી $15 \;cm$ અંતર છે. ગોળાર્ધ દ્વારા $p$ પર વિદ્યુતસ્થિતિમાન ..... $V$
ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો $A,B$ અને $C$ ની અનુક્રમે ત્રિજયાઓ $a,b$ અને $c$ $( a < b < c)$ ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે $ + \sigma , - \sigma $ અને $ + \sigma $ છે. $B$ કવચનું સ્થિતિમાન :
એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ $P$ આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $589.0\,V$ થી $589.8\, V$ જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે $60^o$ નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલું હશે?
વિધુતભાર $Q$ ને $a, b, c (a < b < c)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે રહેલા બિંદુ, જ્યાં $r < a$, આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?